“શ્રી વારાહી ધામ” નું નિર્માણ ઓમ ચેરીટેબલ માનવ ટ્રસ્ટ ના નેજા હેઠળ થયેલ છે.
તેમજ તેનું સંચાલન પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
ઓમ ચેરીટેબલ માનવ ટ્રસ્ટ ની સ્થાપના
૪-૦૧-૧૯૯૭ ના થયેલ છે ટ્રસ્ટ ના રજીસ્ટ્રેશન નંબર ઈ / ૪૨૨૪ છે.
તાજેતર માં ટ્રસ્ટ દ્વારા ૮૦જી ( 80 G ) નું પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હોય દાતાઓ તરફથી આપવામાં આવતું દાન ઇન્કમટેક્સ માં કરમાફી ની વ્યાખ્યામાં આવશે.
ટ્રસ્ટ નો હેતુ ધાર્મિક અને સામાજિક મેળાવડા સાથે યોગ શિબિર મેડિકલ કેમ્પ નું આયોજન કરવું જેવી વિવિધ ચેરિટી ની વ્યાખ્યામાં આવતી પ્રવૃત્તિઓ કરવાનો છે….!!
ઘણા વર્ષો થી વિવિધ ચેરિટી કાર્યો કરતી સંસ્થા દ્વારા આ “શ્રી વારાહી ધામ” સંકુલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ કૌડીન્ય ગોત્રી પરિવાર દ્વારા બનાવેલ હોય કહી શકાય કે
શ્રી વારાહી ધામ સંકુલ કુળદેવી શ્રી વિશ ભુજા ચામુંડા વારાહી માતાજી અને મૃત્યુંજય મહાદેવ ના શિખર બંધ મંદિર નું નિર્માણ અને સંચાલન કૌડીન્ય ગોત્રી બ્રાહ્મણૌ દ્વારા થયું છે.
સંકુલ માં ૬ રૂમો સાથે ભોજનાલય ની પણ સગવડ કરવામાં આવી છે.
કૌડીન્ય ગોત્રી પરિવારજનો કોઈ પણ ટ્રસ્ટી શ્રી ને આગોતરી જાણ કરી નિશુલ્ક લાભ લઈ શકે છે.
આ ઉપરાંત એક સભાખંડ નું નિર્માણ પણ કરાયું છે … યોગ ધ્યાન શિબિર કે અનુષ્ઠાન ઉપરાંત યજ્ઞ કાર્ય પણ અહી સંકુલ માં કરી શકો છો….!! આગામી સમય માં પરિવારજનો ના સાથ સહકાર વડે શિક્ષણ, આરોગ્ય આપત્તિ વ્યવસ્થાપન, સામાજિક સમાનતા અને પરોપકારી પ્રવૃત્તિઓમાં અગ્રેસર ભુમિકા ભજવવા સજ્જ થઈ રહ્યું છે.. આ રીતે યોગ્ય નિયમો સાથે સંકુલ નો વહીવટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સગોત્રી પરિવારજનો ની સહાય અને પ્રતિભાવો ખુબ આવશ્યક છે….!!
વારાહી દેવી શાક્ત, શૈવ અને વૈષ્ણવ, ત્રણેય સંપ્રદાયમાં પૂજાતા દેવી છે.દેવી વારાહીના સાનિધ્ય અને આશીર્વાદથી સાધકને નિરોગી શરીર તથા દીર્ઘાયુષ્ પ્રાપ્ત થાય છે