યજ્ઞ શૂકર જાયા ત્વ, જયં દેહિ જયા વહે જયેડજયે જયાધારે, જયશીલે જયપ્રદે
સર્વધારે સર્વબીજે, સર્વશકિત સમનવિતે સર્વકામપ્રદે દેવિ, સર્વેષ્ટ દેહી મે ભવે ।।
સર્વશસ્યાલયે, સર્વશસ્યાઢયે, સર્વશસ્યપદે। સર્વશસ્ય હરે, કાલે, સર્વશસ્યાત્મિકે, ભવે ।
મંગલ, મંગલાધારે, મંગલ્યે, મંગલપ્રદેશ મંગલાર્થે, મંગલેશે, મંગલં, દેહ મે ભવે
ભૂમે ભૂમિપસર્વસ્વે, ભૂમિપાલ પરાયણે ભૂમિપાહંકાર રૂપે, ભૂમિદેહિ, ચ ભૂમિદે !!
ગ્રહીતોગ્ર મહાચદે, દંષ્ટ્રોધૃત વસુંધરે ! વારાહરૂપિણી શિવે, નારાયણી નમોડસ્તુતે ॥ નમસ્તેડસ્તુ જગન્માતઃ વારાહી જગદંબિકે । વૈષ્ણવી વિષ્ણુમાયા ચ, વારાહરૂપ ધારિણી II શિવાયૈ સુખદાયી ચ વારાહી વરદાયિની 1 શિવે ભદ્રે ભવાની ચ, દક્ષિણે વનવાસિની II યોગેશ્વરી યોગમાયા, યોગગમ્યા મહેશ્વરી । નમામિ શિરસા વૃંદે, વારાહી યોગરૂપિણી ॥ શરણગતોડસ્મિ વારાહી માતંગી વરદાયિની । કૃપાં કુરુ મહાદેવિ, વારાહી જગદંબિકે !!
આરતી :-7:30 to 8:00 દર્શન :- 7:00 to 12:00
દર્શન :- 12:30 to 4:00
આરતી :-6:30 to 7:00 દર્શન :- 7:00 to 9:00
આવાસ માટે 6 રૂમ અને એક સભાખંડ ની વ્યવસ્થા છે.
કૌડિન્ય પરિવાર આવતા તમામ ભક્તોને ભોજન પ્રસાદ ની વ્યવસ્થા છે.
વર્ષમાં આવનાર ચાર નવરાત્રિ પૈકી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ દેવી વારાહીને સમર્પિત છે. આ નવરાત્રિ શ્રીવિદ્યા ક્રમમાં શ્રીકુળના દેવી દંડીનાથા એટલે કે ભગવતી વારાહી અને કાલી કુળના દેવી છિન્નમસ્તાને અર્પણ છે. દેવી દંડીનાથા એ ભગવતી લલિતા મહાત્રિપુરસુંદરીના રાજદરબારમાં સેનાપતિ તરીકે સ્થાપિત થયેલ છે. મા ભગવતીની સાધના અને આરાધના કરતા લોકોનું રક્ષણ તથા તેમની સાધનામાં વિઘ્ન ઉત્પન્ન કરતાં લોકોને દંડ આપવાનું કાર્ય મા વારાહી સંભાળે છે.

દેવી દંડીનાથા (દેવી વારાહી)
શ્રી વારાહી ધામ સંકુલ માં કુળદેવી શ્રી વિશ ભુજા ચામુંડા વારાહી માતાજી ઉપરાંત ઇષ્ટ દેવ શ્રી મૃત્યુંજય મહાદેવ… કર ના દેવી
શ્રી બહુચર માતાજી તથા ગણેશજી શિવ પરિવાર ઉપરાંત ભૈરવજી ની પ્રતિમા નું પણ સ્થાપન છે ….!!
વર્ષમાં આવનાર ચાર નવરાત્રિ પૈકી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ દેવી વારાહીને સમર્પિત છે. આ નવરાત્રિ શ્રીવિદ્યા ક્રમમાં શ્રીકુળના દેવી દંડીનાથા એટલે કે ભગવતી વારાહી અને કાલી કુળના દેવી છિન્નમસ્તાને અર્પણ છે. દેવી દંડીનાથા એ ભગવતી લલિતા મહાત્રિપુરસુંદરીના રાજદરબારમાં સેનાપતિ તરીકે સ્થાપિત થયેલ છે. મા ભગવતીની સાધના અને આરાધના કરતા લોકોનું રક્ષણ તથા તેમની સાધનામાં વિઘ્ન ઉત્પન્ન કરતાં લોકોને દંડ આપવાનું કાર્ય મા વારાહી સંભાળે છે.
પૂ.દાદાશ્રી સ્વ.નાગજીભાઈ પ્રાણજીવનભાઈ વ્યાસ
(સ્વ.તા.૧૩–૦૧–૧૯૧૮, માગસરવદ–૧૩) ની તેમની૯૪ મી પૂણ્યતિથી ના દિને
એટલે કે માગસરવદ૧૩ના રોજ તેઓશ્રીના શ્રીચરણોમાં સાદર વંદનસહ,
ઔદિચ્ય બ્રાહ્મણો ની વિગતો બ્લોગ સ્વરૂપે
સમસ્ત ઔદીચ્ય બહ્મસમાજ ને અર્પણ
સુજ્ઞ જ્ઞાતિ જનો,
ઔદિચ્ય બ્રાહ્મણો નામનો બ્લોગ આપની સેવા માં પ્રસ્તુત કરતાં અત્યંત આનંદ ની લાગણી અનુભવીએ છીએ. કારણ થોડાવર્ષો પહેલા
પૂ.વડીલશ્રી સ્વ.હર્ષવર્ધનભાઈ લક્ષ્મિશંકરભાઈ પંડયા (નિવૃત શિક્ષક શ્રી, જી.વી.જે. હાઈસ્કૂલ, જામ ખંભાળીયા.)
પાસેથી મને
ઔદિચ્ય પ્રકાશ
નામનું પુસ્તક પ્રાપ્ત થયું હતું. જે પુસ્તક બજારમાં ઉપલબ્ધ નહીં હોવાથી તેઓશ્રી નહીં નફો નહીં નૂકશાન ના ધોરણે ઝેરોક્ષ
કરાવી રસ ધરાવનારા ને પહોંચાડતા હતા. અને ખાસ નોંધ લખતાકે,
આ ગ્રંથ વાંચો, પુનઃ મુદ્રણ કરાવો, જીવંત રાખો, આ ગ્રંથ નો વિસ્તાર કરો.
તેઓશ્રી માનતા હતા કે, આપણા જ્ઞાતી જનો પોતાના વિષે જાણે. હકીકતે શાસ્ત્રો માં પણ બ્રાહ્મણ ની વ્યાખ્યા
લખીછે કે,દરેક બ્રાહ્મણ ને પોતાની અટક, ગોત્ર, પ્રવર, વેદ, શાખા, શિવ, કુળદેવી, ગણપતી, ભૈરવ, અને શર્મ નું
જ્ઞાન હોવું જ જોઈએ.હાલ ના ધમાલ ભર્યા જીવન માં કોઈ પાસે આવી વિગતો મેળવવાનો સમય હોતો નથી. અને સદભાગ્યે
જો કોઈ વ્યકિત આવી વિગતોમેળવવા પ્રયત્ન કરે તો તેઓને સફળતા મળતી પણ નથી. કારણ આ પ કારનું સાહિત્ય બજારમાં
સરળતા થી ઉપલબ્ધ પણ નથી. અને મળી પણ જાય તો વાંચવા સમજવાનો સમય હોતો નથી. તેથી જ ઉપરોકત
ઔદિચ્ય પ્રકાશ નામના પુસ્તક નામુખ્ય વિભાગો ને કોષ્ટક ના રૂપ માં આપવા નો પ્રયાસ કરેલ છે. જેથી વિગતો શોધવા માં
સરળતા રહે. અમારો પ્રયાસ છે કે, આ વર્ષો પુરાણી માહીતી હોઈ સચોટ માહીતી આપને મળે. પરંતુ સંદર્ભ ગ્રંથ
(મૂળ સંદર્ભ ગ્રંથ અતી પુરાતન હોવાથી)તેની ઝેરોક્ષ નકલ માં નું કેટલુંક લખાણ અવાચ્ય હોઈ કોઈ જગ્યા એ કોઈ તૃટી રહી
જવા પામી હોય તો ક્ષમા કરશો તેવી વિનંતી.
આ વિગતો છાપવાનો મૂખ્ય હેતુ એકજ છે કે, જ્ઞાતી ના દરેક જણ (હું કોણ ? ) તે સમજી શકે.
“શ્રી વારાહી ધામ” નું નિર્માણ ઓમ ચેરીટેબલ માનવ ટ્રસ્ટ ના નેજા હેઠળ થયેલ છે.
તેમજ તેનું સંચાલન પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.ઓમ ચેરીટેબલ માનવ ટ્રસ્ટ ની સ્થાપના૪-૦૧-૧૯૯૭ ના થયેલ છે ટ્રસ્ટ ના રજીસ્ટ્રેશન નંબર ઈ / ૪૨૨૪ છે.
તાજેતર માં ટ્રસ્ટ દ્વારા ૮૦જી ( 80 G ) નું પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હોય દાતાઓ તરફથી આપવામાં આવતું દાન ઇન્કમટેક્સ માં કરમાફી ની વ્યાખ્યામાં આવશે.
ટ્રસ્ટ નો હેતુ ધાર્મિક અને સામાજિક મેળાવડા સાથે યોગ શિબિર મેડિકલ કેમ્પ નું આયોજન કરવું જેવી વિવિધ ચેરિટી ની વ્યાખ્યામાં આવતી પ્રવૃત્તિઓ કરવાનો છે….!!
ઘણા વર્ષો થી વિવિધ ચેરિટી કાર્યો કરતી સંસ્થા દ્વારા આ “શ્રી વારાહી ધામ” સંકુલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ બ્રમ્હ પરિવાર દ્વારા બનાવેલ હોય કહી શકાય કેશ્રી વારાહી ધામ સંકુલ કુળદેવી શ્રી વિશ ભુજા ચામુંડા વારાહી માતાજી અને મૃત્યુંજય મહાદેવ ના શિખર બંધ મંદિર નું નિર્માણ અને સંચાલન બ્રાહ્મણૌ દ્વારા થયું છે.
સંકુલ માં ૬ રૂમો સાથે ભોજનાલય ની પણ સગવડ કરવામાં આવી છે.
વિશ ભુજા ચામુંડા વારાહી માતાજી માં આસ્થા ધરાવતા પરિવારજનો કોઈ પણ ટ્રસ્ટી શ્રી ને આગોતરી જાણ કરી નિશુલ્ક લાભ લઈ શકે છે.
આ ઉપરાંત એક સભાખંડ નું નિર્માણ પણ કરાયું છે … યોગ ધ્યાન શિબિર કે અનુષ્ઠાન ઉપરાંત યજ્ઞ કાર્ય પણ અહી સંકુલ માં કરી શકો છો….!! આગામી સમય માં પરિવારજનો ના સાથ સહકાર વડે શિક્ષણ, આરોગ્ય આપત્તિ વ્યવસ્થાપન, સામાજિક સમાનતા અને પરોપકારી પ્રવૃત્તિઓમાં અગ્રેસર ભુમિકા ભજવવા સજ્જ થઈ રહ્યું છે.. આ રીતે યોગ્ય નિયમો સાથે સંકુલ નો વહીવટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વિશ ભુજા ચામુંડા વારાહી માતાજી ના આસ્થાવાન પરિવારજનો ની સહાય અને પ્રતિભાવો ખુબ આવશ્યક છે….!!🙏
વારાહી દેવી શાક્ત, શૈવ અને વૈષ્ણવ, ત્રણેય સંપ્રદાયમાં પૂજાતા દેવી છે.દેવી વારાહીના સાનિધ્ય અને આશીર્વાદથી સાધકને નિરોગી શરીર તથા દીર્ઘાયુષ્ પ્રાપ્ત થાય છે